મોરબી માળિયા નેશનલ હાઇવે પર આવેલ બહાદુર ગઢ ગામના પાટિયા પાસે એક બોલેરો કારને ટેન્કરે ટક્કર મારતાં બાળકી સહિત સાત લોકોને ઈજા પહોંચી હતી ઘટના બાદ ઈજા ગ્રસ્ત લોકોને સારવાર અર્થે સિવિલ હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા.
બનાવની મળતી માહિતી મુજબ મોરબી-માળીયા નેશનલ હાઇવે પર આવેલા બહાદુર ગામ પાસે જીજે13 સીએ 6929 નંબરની બોલેરો કારને જીજે 27 વી 3619 નંબરના ટેન્કરે પાછડ થી ટક્કર મારી હતી જેને પગલે કાર બેંકાબૂ બની ગઈ હતી અને તેમાં સવાર બાળકી સહિત7 લોકોને નાની મોટી ઈજા પહોંચી હતી ઘટનાની જાણ થતાં મોરબી108ની ટીમ સ્થળ પર પહોંચી હતી અને ઇજાગ્રસ્ત લોકોને સારવાર માટે મોરબી સિવિલ હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા બનાવમાં ઇજાગ્રસ્ત બાળકને ગંભીર ઈજા પહોંચી હતી પ્રાથમિક માહિતી મુજબ કારમાં સવાર લોકો સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના ધારા ડુંગળી ગામના વતની હોય અને આજે માતાં મઢ ખાતે દર્શન કરવા માટે જઈ રહ્યા હતા તે વખતે અકસ્માત સર્જાયો હતો

