હળવદના વેગડવાવમાં 10થી વધુ ગામોના વાહનચાલકોને પરેશાન કરીને લેવાતો પિચાસી આનંદ – માનવ સર્જિત સમસ્યા દૂર કરવામાં અધિકારીઓને કોની બીક ?
હળવદના વેગડવાવ ગામમાં વરસાદી પાણીનો નિકાલ બંધ કરીને વાહનચાલકોને પરેશાન કરવાનો પિચાસી આનંદ લેવામાં આવી રહ્યો છે. જેમાં વાત કરવામાં આવે તો આ રસ્તા પરથી વેગડવાવ,ચંદ્રગઢ,બુટવડા, મંગળપુર, ઘણાંદ, રણમલપુર,નવા માલણીયાદ, જુના માલણીયાદ, એંજાર સહિતના વાહનો પસાર થતા હોય છે અને અહીં વરસાદી પાણીનો નિકાલ બંધ કરીને વાહન ચાલકોને ઈરાદાપૂર્વક હેરાન કરવાનો કારસો રચવામાં આવ્યો છે અને આનંદ લેવાનું સ્થાન બનાવી નાખ્યું છે. જોકે આ સમસ્યા દૂર કરવા માટે હળવદના માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓને અવારનવાર રજૂઆતો કરવામાં આવી છે. પરંતુ અધિકારીઓને આ સમસ્યા દૂર કરવામાં કોની બીક લાગી રહી છે ? અથવા વાહનચાલકો પિડા વેઠે તેમાં આનંદ મળતો હોય તેવું હાલ તો લાગી રહ્યું છે.
હળવદથી રણમલપુરને જોડતો 17 કિલોમીટર રોડ હજુ 6 મહિના પહેલા જ નિર્માણ થયો છે અને રસ્તા પર ખાડાઓ પડવાનું પણ શરૂઆત થઈ ગઈ છે. ત્યારે હળવદ માર્ગ અને મકાન વિભાગ કચેરી દ્વારા અલગ અલગ ગ્રામ પંચાયતોને દબાણ દૂર કરવા નોટિસો પણ આપી હતી પરંતુ આ નોટિસોનું શું થયું ? કે પછી કહેવા પૂરતી જ કામગીરી કરી હતી? વેગડવાવમા વાહનચાલકો જે પીડાય છે તેની સમસ્યા દૂર કરવામાં માર્ગ અને મકાન વિભાગ બેજવાબદાર હોય એવુ જણાઈ રહ્યું છે અને આગામી દિવસોમાં કામગીરી કરશે કે કેમ? અને કેવા પ્રકારની કરશે આ બધા સવાલો હાલતો લોક ચર્ચાઓમાં ઉઠ્યા છે.

