મોરબી પોલીસ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન બાતમીના આધારે રંગપર ગામની સીમમાં રેડ મારતા ત્યાંથી ઈંગ્લીશ દારૂ સાથે મેરૂભાઈ ભરતભાઈ કરકટા નામના શખ્સને પોલીસે ઝડપી લીધો હતો. તે શખ્સ પાસેથી કુલ 108 ઈંગ્લીશ દારૂની બોટલ કુલ રૂ.- 49,680 નો મળેલ મુદામાલ પોલીસે કબ્જે કર્યો હતો. મોરબી તાલુકા પોલીસે તે શખ્સ વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

