તાજેતરમાં સર્જાયેલ સાઈકલોનિક સિસ્ટમને કારણે સમગ્ર રાજ્યમાં છેલ્લાં ૪દિવસથી વરસાદી માહોલ સર્જાયો છે દિવસ દરમિયાન ઉકળાટ અને બફારા વચ્ચે રાત્રીના સમયે તમામ તાલુકામાં હળવા થી લઈ ભારે પવન સાથે જોરદાર વરસાદ પડી રહ્યો છે શુક્રવારે રાત્રીના હળવદ તાલુકામાં ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો જેના કારણે ઘણા ગામમાં અનેક ઘરમાં નાની મોટી નુકશાની થઈ હતી જોકે શનિવારે રાત્રીના ફરી એકવાર આં મેઘ સવારી હળવદ અને મોરબી શહેર તરફ આવી હતી ગત રાત્રીના મોરબી શહેરમાં ગાજ વીજ સાથે વરસાદ શરૂ થયો હતો લગભગ એક થી દોઢ કલાક સુધી વરસેલા વરસાદના કારણે રાત્રીના અનેક વિસ્તાર પાણી પાણી થઈ ગયા હતા જિલ્લા ફ્લડ કન્ટ્રોલ વિભાગનાં જણાવ્યા મુજબ મોરબીમાં રાત્રી દરમિયાન ૩૦મીમી વરસાદ નોંધાયો હતો તો હળવદ માં પણ ૨૦મીમી જેટલો વરસાદ નોંધાયો હતો આં ઉપરાંત વાંકાનેર શહેરમાં ૨મીમી વરસાદ નોંધાયો હતો. જોકે અન્ય તાલુકામા વરસાદ નોંધાયો ન હતો.

