HomeGujaratહળવદના બ્રાહ્મણી 2ડેમ સંરક્ષણ દિવાલમાં પડ્યું ગાબડું, વ્હેલી તકે રિપેર નહિ થાય...

હળવદના બ્રાહ્મણી 2ડેમ સંરક્ષણ દિવાલમાં પડ્યું ગાબડું, વ્હેલી તકે રિપેર નહિ થાય તો મોટી દુર્ઘટનાની ભિતી

હળવદ તાલુકામાંથી પસાર થતી બ્રાહ્મણી નદી પર બંધાયેલા બ્રાહ્મણી બે ડેમ માંથી ગત રાત્રિના સમયે બે દરવાજા ખોલી નદીમાંથી પાણી છોડવામાં આવ્યું હતું આ પાણી છોડિયાના ગણતરીની કલાકોમાં જ ડેમની પાસે આવેલી સંરક્ષણ દિવાલમાં મસ મોટું ગામડું પડ્યું હતું જેના કારણે ગંભીર અકસ્માત થવાની ભીતિ સર્જાઈ રહી છે 25 વર્ષ પહેલાં આં ડેમ બનાવવામાં આવ્યો હતો અને 2008 થી તેમાં નિયમિત રૂપે પાણી સંગ્રહ કરવાનું શરૂ કરવામાં આવ્યું હતુ. ગઈ કાલે રાત્રીના ઉપરવાસમાં ભારે વરસાદના કારણે બ્રાહ્મણી 2 ડેમમાં પાણીની આવક થઇ હતી. પરિણામે બે દરવાજા અડધા ફૂટ ખોલી પાણી નદીમાં છોડવામાં આવ્યું હતું જોકે આં દરમિયાન ડેમના દરવાજા ની પાસે આવેલી સરંક્ષણ દિવાલમાં અચાનક મસ મોટું ગાબડું પડ્યું હતું જોકે બાદ માં પાણીના પ્રવાંહ ઘટાડી દેવામાં આવ્યો હતો હાલ ડેમમાંથી700ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું. જોકે આ અંગે ડેમ સાઈટ ના અધિકારી સોંનગ્રા એ જણાવ્યુ હતું કે દિવાલમાં થયેલા નુકશાન અંગેની તેમને ખ્યાલ છે પણ દરવાજો ખુલ્લો હોવાથી પાણીની છોડાઈ રહ્યું છે પાણીનો નિકાલ બંધ થયા બાદ દિવાલના રીપેરીંગ કામગીરી હાથ ધરવામાં આવશે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,470SubscribersSubscribe

TRENDING NOW