HomeGujaratમોરબીમાં આકસ્મિક બનેલ બે બનાવથી બે ના મોત

મોરબીમાં આકસ્મિક બનેલ બે બનાવથી બે ના મોત

(1) મોરબીના લાલપર ગામે સિરામિકમાં કામ કરતી વખતે ઉંચાઈ ઉપરથી પડી જતા મહિલાનું મોત

મોરબીના લાલપર ગામની સીમમાં આવેલ લોરેંજો સિરામિક ફેકટરીમાં ફિલ્ટર પ્રેસ વિભાગમાં મજૂરી કામ કરતા અને મૂળ એમપીના વતની રેખાબેન રાજેશભાઇ ખારોલ ઉ.29 નામના મહિલાનું ઉંચાઈ ઉપરથી પડી જતા માથાના ભાગે હેમરેજ થઈ જતા મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસને જાણ થતા પોલીસે તેના મૃત્યુ અંગે નોંધ કરી તપાસ હાથ ધરી છે.

(2) મોરબીના પીપળીયા ગામે જમ્યા બાદ અચાનાક ઢળી પડતા યુવાનનું મોત નીપજ્યું

મોરબીના પીપળીયા ગામે રહેતા અંબારામભાઈ રતનભાઈ વસુણી નામના યુવાન ગત તા.- 25/09/2024 ના રોજ રાત્રીના સમયે જમ્યા પછી અચાનાક કોઇ કારણસર ઢળી પડતા તેને સારવાર માટે હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે તેને તપાસી મૃત જાહેર કર્યો હતો. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસને જાણ થતા પોલીસે તેના મૃત્યુ અંગે નોંધ કરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW