મોરબીના માળિયા તાલુકમાં ખીરઈ ગામે આવેલ સંપ તથા પીપળીયા ચાર રસ્તે આવેલ સંપ દ્વારા માળિયા તાલુકાના તમામ ગામેને 24 કલાક પાણી પૂરું પાડવામાં આવે છે, તેમ છતાં પણ માળીયાના ગામોમાં પાણીની તંગીની સમસ્યા રહેતી હતી. હાલમાં પાણી પુરવઠાના અધિકારીઓ દ્વારા 24 કલાકનો કાપ મુકવામાં આવ્યો છે. આ કાપ મૂકી પાણી વિતરણ કરવામાં આવે તો માળીયાના ગામેને ભારે હાલાકીનો સામનો કરવો પડે તેવી પરિસ્થિતિ ઉભી થઇ છે. જે બાબતને લઇ મોરબી જીલ્લા યુથ કોંગ્રેસે સમિતિએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. જો આ પાણીની સમસ્યાનો 10 દિવસમાં નિકાલ કરવામાં નહિ આવે તો કોંગ્રેસ ત્યાના ગામ લોકોને સાથે રાખી જન આંદોલન કરવાની ચીમકી આપી છે.

