વાંકાનેર-મોરબી નેશનલ હાઇવે નજીક આવેલ નવા મકનસર ગામના ઝાપા સામે ફરિયાદી જગદીશભાઈ સારલાએ ગત તા.-21/09/2024ના રોજ રોડ ક્રોસ કરી રહ્યા હોય તે દરમિયાન RJ-04-GC-5350 નંબરનો બોલેરોનો ચાલક બેદકારીપુર્વક અને ગફલતભરી રીતે ચલાવી તે જગદીશભાઈને હડફેટે લઇ જમણા પગમાં ઘુંટીની ઉપરના ભાગના બંન્ને હાડકામાં ફ્રેક્ચરની ઇજા તથા માથામાં પાછળની ડાબી બાજુ મુંઢ ઇજા પહોંચાડીને તેનું વાહન રેઢુ મુકી નાસી ગયો હતો. બાદમાં જગદીશભાઈએ તે બોલેરો ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી છે.

