HomeGujaratસુરતના કીમ-કોસંબા રેલ્વે ટ્રેક પરથી ઇન્ટરલોક મળવાની ઘટનામાં રેલ્વે કર્મીઓ જ આરોપી...

સુરતના કીમ-કોસંબા રેલ્વે ટ્રેક પરથી ઇન્ટરલોક મળવાની ઘટનામાં રેલ્વે કર્મીઓ જ આરોપી નીકળ્યા,પ્રમોશન મેળવવા કારસ્તાન કર્યાનું સામે આવ્યું

તાજેતરમાં સુરતના કીમ કોસંબા રેલ્વે ટ્રેક પર બે દિવસ પહેલા ઇન્ટરલોક પ્લેટ સહીતની વસ્તુઓ મળી આવતા કોઈ અસમાજિક તત્વો દ્વારા ટ્રેન ઉથ લાવવાનું કાવતરું ઘડવામાં આવ્યું હોવાની ઘટના સામે આવી હતી જે બાદ સમગ્ર ઘટનામાં સ્થાનિક પોલીસની સાથે કેન્દ્ર ની એન આઈ એ ની ટીમ પણ તપાસમાં જોડાઈ જ હતી એનઆઈ એ ની ટીમને શરૂઆતથી જ સુભાષ નામના રેલ્વે કર્મી પર આશંકા હતી જેથી એની ઉલટ તપાસ શરુ કરી હતી તેમજ તેના મોબાઈલ તેમજ તે દિવસે તેની સાથે ડ્યુટી પર હતા તેના મોબાઈલની પણ તપાસ કરતા સમગ્ર ભાંડો ફૂટ્યો હતો આ ઘટના પ્રથમ જોનાર રેલકર્મી સુભાષ પોદાર જ મુખ્ય આરોપી હોવાનું સામે આવ્યું હતું . પ્રમોશન મેળવવા માટે તેણે આ યોજના બનાવી હતી. પોતે જ પેડલોક કાઢ્યા હતા. NIAને સૌથી પ્રથમ સુભાષ પર શંકા ગઈ હતી, કારણ કે 71 પેડલોક કોઈ સામાન્ય વ્યક્તિ ઓછા સમયમાં કાઢી શકે એમ નહીં. જ્યારે આ ઘટના પ્રકાશમાં આવી એ પહેલાં ત્રણ ટ્રેન ત્યાંથી પસાર થઈ હતી, પરંતુ ત્રણેય ટ્રેનના લોકો પાઇલટને કોઈપણ શંકાસ્પદ વસ્તુ નજર આવી નહોતી. કોઈપણ ફૂટપ્રિન્ટ કે અન્ય શંકાસ્પદ વસ્તુ ઘટનાસ્થળથી મળી આવી નહોતી,

ઝડપાયેલ ત્રણ આરોપીઓ સુભાષકુમાર કૃષ્ણદેવ પોદાર (ઉં.વ. 39. રહે, શિવધારા રેસિડેન્સી, કિમ મૂળ રહે. રેડક્રોસ રોડ, આદમપુર થાના, આદમપુર જી. ભાગલપુર, બિહાર) 2. મનિષકુમાર સુરદેવ મિસ્ત્રી (ઉં.વ. 28 હાલ રહે, ઇ-44 રેલવે કોલોની કિમ, તા. ઓલપાડ જિ. સુરત, મૂળ રહે, અંકુડી થાણા પાલીગંજ જિ. પટના, બિહાર) 3. શુભમ શ્રીજયપ્રકાશ જયસ્વાલ (ઉં.વ. 23 હાલ રહે, મુન્ના એજન્સી કિમ, તા. ઓલપાડ, જિ.સુરત, મૂળ રહે. સવૈયા માહાલાવાડ પોસ્ટ. કેરાયગાવ થાના, સહાબગંજ જિ. ચંડોલી, યુપી) હોવાનું ખુલતા તમામની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW