ટંકારા ના મેઘપર ઝાલા ગામમાં રહેતા અને માલઢોરનો વ્યવસાય કરતા વાલજીભાઇ દેવશીભાઇ બાર અને તેના પત્ની જોશનાબેન વૃદ્ધ દંપતી ગત તા 20ના રોજ ખીજડીયા ગામમાં રીક્ષા માં બેઠા હતા દરમિયાન બીજા બે શખ્સ બેઠા હતા ત્યારે બે શખ્સ દ્વારા વાલજી ભાઈની નજર ચૂકવી તેના ખિસ્સામાંથી ૫૦ હજાર સેરેવી લીધા હતા આં અંગે વાલજી ભાઈએ ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી જેના આધારે મોરબી એલસીબી ની ટીમે અલગ અલગ સ્થળે તપાસ હાથ ધરી હતી દરમિયાન ટંકારા તાલુકા વિસ્તારમાં લાગેલા સીસીટીવી કેમેરા ની તપાસ કરતા તેમાં શંકાસ્પદ રીક્ષા દેખાઈ હતી જેની તપાસ કરી પોલીસે હ્યુમન ઇન્ટેલિજન્સ ની મદદથી જીજે ૩બિટી ૬૪૮૧ નંબરની રીક્ષા અને તેના ચાલકની શોધખોળ આદરી હતી દરમિયાન આં રીક્ષા લતિપર ચોકડી પાસે હોવાની બાતમી આધારે પોલીસે રાજકોટના કોઠારીયા રોડ વિસ્તારમાં રહેતા અશ્વિન છગન ચારોલીયા અને અને માધાપર ચોકડી વિસ્તારમાં રહેતા બાબુ ગાંડુભાઈ સોલંકીને ઝડપી લીધા હતા અને તેની પાસેથી વૃદ્ધ પાસેથી પડાવેલા રૃપિયા ૫૦ હજાર અને રીક્ષા સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો આરોપીની પૂછ પરછ માં છગન ચરોલિયા નું નામ ખુલતા પોલીસે તેની શોધખોળ હાથ ધરી હતી

