HomeGujaratમોરબીમાં બે આપઘાતના બનેલ બનાવથી બે ના મોત

મોરબીમાં બે આપઘાતના બનેલ બનાવથી બે ના મોત

(1) મોરબીની ગજાનંદ પોટરીમાં આધેડે ગળેફાંસો ખાઈ જીવન ટુકાવ્યું

મોરબીના નજરબાગ સાયન્સ કોલેજ ભડિયાદ રોડ નજીક રહેતા રામદેવસિંહ પ્રતાપસિંહ ઝાલા નામના આધેડે ગઈકાલે મોરબી-2 જીવરાજ પાર્ક ગજાનંદ પોટરીમાં કોઈ કારણસર ગળેફાંસો ખાઇ લેતા તેને પીએમ અર્થે હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. આ બનાવ અંગે મોરબી સીટી બી-ડીવીઝન પોલીસને જાણ થતા પોલીસે તેના મુત્યુ અંગે નોધ કરી તપાસ હાથ ધરી છે.

(2) મોરબીની વિહાર હોટલ પાસે આવેલી પોતાની દુકાનમાં જ પેટ્રોલ છાંટી સળગી જનાર યુવાનનું મોત

મોરબી બેલા પીપળી રોડ પાસે આવેલ મારુતીપાર્ક સોસાયટીમાં રહેતા લાલજીભાઇ મનસુખભાઇ પરમારની મોરબી બેલા પીપળી રોડ, વિહાર હોટલ પાસે આવેલ તેની દુકાનમાં તા-14/09 ના રોજ બપોરના બારેક વાગ્યાની આસપાસમાં પોતાની જાતે શરીરે પેટ્રોલ છાંટી સળગતા દાઝી જતા તેને સારવાર માટે ખાનગી હોસ્પીટલમાં ખસેડી ગયા હતા. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે તેના મુત્યુ અંગે નોધ કરી તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW