HomeGujaratમોરબીની શાળા કોલેજ માં ઉભા કરાયેલા પ્લાસ્ટિક ડોમ દુર કરવા કોંગ્રેસે કરી...

મોરબીની શાળા કોલેજ માં ઉભા કરાયેલા પ્લાસ્ટિક ડોમ દુર કરવા કોંગ્રેસે કરી માગ, ડીઈઓને કરી લેખિત રજૂઆત 

મોરબીની શૈક્ષણિક સંસ્થાઓમાં પ્લાસ્ટિકના ડોમ દૂર ન કરાઇ તો રાજકોટવાળી થવાની ભીતિ,

રાજકોટના ટીઆરપી ઝોન જેવી જ દુર્ઘટના મોરબીમાં પણ બને તેવી કોંગ્રેસે ભીતિ દર્શાવી છે. જેમાં મોરબીમાં આવેલા નર્સરી, પ્લે હાઉસ, સ્કૂલો, કોલેજો અને ટ્યુશન ક્લાસિસોમાં પ્લાસ્ટિકના મસમોટા ડોમ ઉભા કરવામાં આવ્યા છે. જે જાનહાની કારક છે. વિદ્યાર્થીઓથી માંડીને શિક્ષકોની કોઈ સલામતી નથી. આ બધા જીવના જોખમે કાર્ય કરે છે.

આથી મોરબી શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહએ જિલ્લા  શિક્ષણાધિકારીને રજુઆત કરી હતી કે, હાલમાં મોરબી શહેરમાં ઘણી બધી નર્સરી, પ્લે-હાઉસ, સ્કુલો તથા કોલેજોમાં પ્લાટીકના ડોમ બનાવવામાં આવેલ છે. આ પ્લાસ્ટીકના ડોમ બનાવવાના કારણે વિદ્યાર્થીઓ તથા શિક્ષકોના જીવની સલામતી નથી. આવા ડોમ લગાવેલ નર્સરી, પ્લે-હાઉસ, સ્કુલો તથા કોલેજોમાં શોક સર્કીટ કે અન્ય કારણોસર આગ લાગવાની પણ શક્યતાઓ રહેલી છે. તથા કુદરતી આફતો જેવી કે વાવાઝોડાથી આવા ડોમના કારણે જાનહાની થઈ શકે તેમ છે. જો ભવિષ્યમાં આવા ડોમના કારણે તક્ષશિલા કે રાજકોટ ટી.આર.પી. ગેમઝોન જેવી દુર્ઘટના બનશે તો તેના માટે જવાબદાર કોણ ? જેથી મોરબી શહેરમાં નર્સરી, પ્લે-હાઉસ, સ્કુલો તથા કોલેજોમાં લગાવેલા પ્લાટીકના ડોમ તાત્કાલીક ધોરણે દુર કરવા આદેશ કરવાની માંગ કરી છે. જો આ ડોમ દુર કરવામાં નહીં આવે તો ભવિષ્યમાં કોઈ પણ દુર્ઘટના થશે તો તેની જવાબદારી આપ અધિકારીની રહેશે તેવું જણાવ્યું છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW