માળીયાના વાગડીયા ઝાપા પાસે સીરાજભાઇ માલાણીની દુકાને આરોપી ડાડો જેડાએ યુનુશભાઇ હબીબભાઇ કાજેડીયા સામે થુંકતા યુનુશભાઇએ આરોપીને ટોકતા, આરોપી ઉશ્કેરાઈ જઈ ફરીયાદીને ગાળો આપી અને આરોપી ડાડો સંધવાણી તથા ઇરફાન સંધવાણીને ફોન કરી બોલાવ્યા હતા. જે બાદ ઈરફાનએ પોતાની પાસે રહેલ છરીથી ફરીયાદીને જાનથી મારી નાખવાના ઇરાદે ગળાના પાછળના ભાગે બે ઘા મારી જીવલેણ ઇજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ મામલે યુનુશભાઇ કાજેડીયાએ તે ત્રણેય આરોપી વિરુદ્ધ માળીયા પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી છે.

