ટંકારાના લજાઈ ઉગમણા ઝાંપા પાસે રહેતા રાહુલભાઈ ચાવડાને લક્ષ્મીબેન ચૌહાણ સાથે પ્રેમસબંધ હોય જોકે રાહુલે તે લક્ષ્મીબેન સાથે લગ્ન કરવાની ના પાડી હતી. જે મામલે યુવતીને સારું ન લાગતા લક્ષ્મીબેન હીરાભાઇ ચૌહાણ, સુરેશભાઇ હીરાભાઇ ચૌહાણ અને સવિતાબેન હીરાભાઇ ચૌહાણ રાહુલના ઘરે જઈ તેના પરિવાર સાથે ઝઘડો કર્યો હતો અને રાહુલના દાદી જયાબેન સાથે જાપજપી કરી ઢીકાપાટુનો માર મારી મુંઢ ઇજા કરી તથા સુરેશભાઇ હીરાભાઇ ચૌહાણએ અને મીલન પોપટભાઇ જાદવે સાહેદ અમૃતભાઇને ઢીકાપાટુનો માર મારી તેમજ લાકડાના ધોકકા વડે પગમા માર મારી તથા મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે જયાબેને તે ત્રણેય આરોપી વિરુદ્ધ ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી છે, પોલીસે ફરિયાદ નોધી તપાસ હાથ ધરી છે.

