HomeGujaratમોરબીના ભીમકટાથી સુરેન્દ્રનગર રૂટની એસટી બસ ફરી શરુ કરવા માંગ

મોરબીના ભીમકટાથી સુરેન્દ્રનગર રૂટની એસટી બસ ફરી શરુ કરવા માંગ

મોરબી એસટી ડેપો દ્વારા અગાઉ ભીમકટા સુરેન્દ્રનગર વાયા મોરબીથી રૂટની બસ ચલાવવામાં આવતી હતી આ બસનું રાત્રીના ભીમ કટા ખાતે રોકાણ કરવામાં આવતું અને સવારે 6 વાગ્યે ભીમ કટા જવા રવાના થતી હતી આ બસ ખારચિયા આમરણ હજ નાળી કુંતાસી ,મોડપર થઇ મોરબી આવતી અને ત્યાંથી સુરેન્દ્રનગર જતી હતી અને આ રૂટ પર વહેલી સવારે મોટી સંખ્યા છાત્રો તેમજ ધંધા રોજગાર માટે આવતા જતા લોકો અપડાઉન કરે છે જોકે આ રૂટ એક અઠવાડિયાથી એસટી દ્વારા બંધ કરી દેવામાં આવ્યો છે જેના કારણે છાત્રો અને રોજગારી માટે આવતા જતા લોકોને મુશ્કેલી પડી છે જેથી આ બાબતે મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ કિશોર ચીખલીયાએ ડેપો મેનેજર ને પત્ર લખી આ રૂટ લખી ફરી એકવાર રૂટ શરુ કરવામાં અવ તેવી માંગણી કરી છે જો ડેપો આ રૂટ ફરી શરુ નહી કરે તો કોંગ્રેસ દ્વારા મોરબી એસ ટી ડેપો ખાતે આંદોલન કરવાની ચીમકી આપવામાં આપવમાં આવી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,440SubscribersSubscribe

TRENDING NOW