HomeGujaratનેશનલ રૂરલ IT કવીઝ કોમ્પિટિશનમાં નવયુગ શૈક્ષણિક સંકુલ ત્રણ વિદ્યાર્થીઓ વિજેતા બન્યા

નેશનલ રૂરલ IT કવીઝ કોમ્પિટિશનમાં નવયુગ શૈક્ષણિક સંકુલ ત્રણ વિદ્યાર્થીઓ વિજેતા બન્યા

કર્ણાટક સરકારના IT, BT, અને S&T વિભાગ દ્વારા દર વર્ષે ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસના સહયોગથી ગુજરાતની શાળાના વિદ્યાર્થીઓ માટે નેશનલ રૂરલ આઈ. ટી. ક્વિઝ – 2024 જિલ્લાકક્ષાની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આજ રોજ રૂરલ I.T. કવીઝનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં મોરબી જિલ્લાકક્ષાની વિવિધ ઉચ્ચ પ્રાથમિક, માધ્યમિક તથા ઉચ્ચ માધ્યમિક શાળાઓના ધોરણ 8 થી 12નાં 196 સ્પર્ધકોએ ભાગ લીધો હતો. જેમાં નવયુગ શૈક્ષણિક સંકુલના ત્રણ વિદ્યાર્થીઓ ટોપ પર સિલેક્ટ થઈ હવે ગાંધીનગર ખાતે મોરબી જિલ્લાનું પ્રતિનિધિત્વ કરી સ્પર્ધામાં ભાગ લેશે. આ કવીઝ સ્પર્ધામાં વિજેતા થનાર વિદ્યાર્થીઓ બાવરવા સાર્થક, રૈયાણી આયુષ, તેમજ પરમાર રાજેશને સંસ્થાના પ્રમુખ કાંજીયાસર તેમજ આચાર્ય રાવલ યતીનસર ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,460SubscribersSubscribe

TRENDING NOW