HomeGujaratમોરબીના જોધપર નજીક ડેમના ન્હાવા પડેલ યુવક ડૂબ્યો 

મોરબીના જોધપર નજીક ડેમના ન્હાવા પડેલ યુવક ડૂબ્યો 

મોરબીના જોધપર નજીક ડેમના પ્રવાહમાં નાહવા પડેલા યુવક ડૂબ્યો, મોરબી તાલુકાના જોધપર ગામ પાસે આવેલા મેલડી માતાના મંદિર પાસે મકનસર ગામનો 45 વર્ષીય રમેશભાઇ પરસોતમભાઇ ધોળકીયા નામનો યુવક બપોરના સમયે ડૂબી ગયો હતો. જે અંગેની જાણ થતાં મોરબી ફાયર વિભાગની ટીમ સ્થળ પર દોડી ગઇ હતી અને 8 કલાક સુધી સતત શોધખોળ કર્યા બાદ યુવકનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો. બનાવ બાદ મૃતદેહને પીએમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. મોરબીમાં વરસાદ બાદ નાના મોટા જળાશયો પાણી થી ભરાયાં બાદ સગીર અને યુવાનો તેમાં નાહવા પડી રહ્યા છે અને અકસ્માતનો ભોગ બની રહ્યા છે. ત્યારે છેલ્લા બે દિવસમાં આ રીતે મોતની ત્રીજી ઘટના બની છે. 

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,460SubscribersSubscribe

TRENDING NOW