માળીયાના ધરમનગર (નવાગામ)માં રહેતા જયેશભાઈ પ્રકાશભાઈ ધામેચા નામના યુવાનને ગઈકાલે માળિયા-જામનગર હાઇવે પર પોતાનું બાઈક રેઢું મૂકી માળીયા મચ્છુ નદીના રેલ્વે બ્રિજ ઉપરથી જંપલાવી મચ્છુ નદીમા કુદી જીવન ટુકાવ્યું હતું. બાદમાં તેને પીએમ અર્થે હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે તેને મરણ જાહેર કર્યો હતો. આ બનાવ અંગે માળીયા પોલીસને જાણ થતા તેના મુત્યુ અંગે એડી નોધ કરી તપાસ હાથ ધરી છે.

