ગણેશ ચતુર્થીના પાવન દિવસથી ઠેર ઠેર ભગવાન ગણેશની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી છે મોરબી માં પણ લોકો ઘરમાં શેરી મોહલ્લા અને ચોક વિસ્તારમાં ગણેશજીની સ્થાપના કરી તેની પૂજા કરી રહ્યા છે ત્યારે આગામી હવે ધીમે ધીમે ભક્તો દ્વારા ગણેશ વિસર્જન કરી રહ્યા છે કેટલાક ભક્તો દ્વારા અલગ અલગ દિવસે ગણેશજીની પ્રતિમાનું વિસર્જન કરવા જશે. મૂર્તિ વિર્સજન વખતે કોઈ દુર્ઘટના ન બને અને ગણેશજીની આસ્થાનો પર્વ હ્ર્સ્સોલ્લાસ સાથે પૂર્ણ થાય તે માટે તંત્ર દ્વારા લોકોને ત્યારે નદી તળાવ કે ઝરણામાં જતા રોકવામાં આવી રહ્યા છે અને પાલિકા દ્વારા દર વર્ષે અલગ અલગ સ્થળે પ્રતિમા એકત્ર કરવામાં આવે છે અને પાલિકાની ટીમ અને ફાયર વિભાગની ટીમ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે સુરક્ષિત સ્થળે મૂર્તિ વિસર્જન કરે છે ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ પાલિકા દ્વારા અલગ અલગ ચાર સ્થળે મૂર્તિઓ એકત્ર કરવામાં આવશે જેમાં પ્રથમ સ્થળે સ્કાય મોલ પાસે ખુલ્લા મેદાનમાં, જેલ રોડ પર આવેલા પોલીસ પરેડ ગ્રાઉન્ડ.એલ ઈ કોલેજ ક્રિકેટ ગ્રાઉન્ડ તેમજ વીસી પરા વિસ્તારમાં આવેલા એમ પી શેઠ ગર્લ્સ હાઇસ્કુલ પાલિકા દ્વારા તમામ ચારેય સ્થળ પર સવારે ૧૦થી રાતે ૮ વાગ્યા સુધી મૂર્તિઓ એકત્ર કરશે આગામી દિવસોમાં ગણેશ પ્રતિમા વિસર્જન માટે લોકોને નદી નાળા પર જવાના બદલે આ ચારેય સ્થળ પર મૂર્તિ સોપવા પાલિકાના ચીફ ઓફિસર કુલદીપસિહ વાળા એ જણાવ્યું હતું

