મોરબીના ગુંગણ ગામે રહેતા સંજયભાઈ ધોળિયાભાઈ ભુરીયા નામના યુવાન ગત તા.-08/09/2024ના રોજ આશરે ત્રણેક વાગ્યે મચ્છો નદીમા કોઈ કારણોસર પાણીમાં ડુબી જવાથી તેને પીએમ અર્થે હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસને જાણ થતા પોલીસે તેના મુત્યુ અંગે નોધ કરી તપાસ હાથ ધરી છે.

