મોરબી-વાંકાનેર નેશનલ હાઇવેના સર્વિસ રોડ ઉપર બાઈક લઈને જઈ રહેલા મનોજભાઈ રમેશભાઈ ચાવડાને લાલપર ગામના ગેટ નંબર 2ની પાસે જાંબુડિયા ગામ તરફથી આવતી કાળા રંગની હ્યુન્ડાઇ વેન્યુ કારના ચાલકે બાઈકને હડફેટે લેતા મનોજભાઈને પગમાં ઇજાઓ પહોંચી હતી. આ બનાવ અંગે મનોજભાઈએ તે કાર ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી છે.