ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષક દિન નિમિત્તે આ પર્વને યાદગાર બનાવવા માટે સમગ્ર ગુજરાતમાંથી શ્રેષ્ઠ શિક્ષકોને સન્માનિત કરવામાં આવે છે.મોરબી જિલ્લાના હળવદ તાલુકાની માથક પે સેન્ટર શાળાના ગણિત વિજ્ઞાન શિક્ષક ગોસ્વામી મનદીપગિરિ જયદીપગિરિને તેમની શિક્ષણ ક્ષેત્રે કરેલી ઉત્કૃષ્ટ કામગીરી બદલ હળવદ તાલુકાના શ્રેષ્ઠ શિક્ષક તરીકેનો એવોર્ડ સંસદસભ્ય પરષોત્તમભાઈ રૂપાલા ના હસ્તે એનાયત કરવામાં આવ્યો. આ પ્રસંગે મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા,મોરબી જિલ્લાના કલેકટર , જિલ્લા વિકાસ અધિકારી ,જિલ્લા શિક્ષણ અધિકારી , જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી સહિતના અધિકારીઓ,પદાધિકારીઓ હાજર રહ્યા હતા.
શિક્ષક ગોસ્વામી મનદીપભાઈ માથક પે.સેન્ટર શાળામાં ગણિત વિજ્ઞાન શિક્ષક તરીકે ફરજ બજાવે છે. તેઓએ શૈક્ષણિક ઇનોવેશન,ઇન્સ્પાયર એવોર્ડ,વિજ્ઞાન મેળો,શાળામાં ગણિત વિજ્ઞાન પ્રયોગશાળા અને પુસ્તકાલયનું નિર્માણ ઉપરાંત ,ડિજિટલ ક્ષેત્રે શાળાના ફેસબુક પેજ અને ટ્યુબ ચેનલનું નિર્માણ સાથે લોકડાઉનમાં Ms teams દ્વારા કરેલી સવિશેષ કામગીરી વગેરે જેવા શૈક્ષણિક અને સહ શૈક્ષણિક ક્ષેત્રે પોતાના વિશેષ પ્રયત્નો દ્વારા માથક શાળાના વિકાસમાં મહત્વનું યોગદાન આપ્યું છે. તેમની ભણાવવાની શૈલી અને વિદ્યાર્થી પ્રત્યેની કાળજી તેમને અનોખા શિક્ષક બનાવે છે.તેઓ બાળકોને માત્ર વિષય પ્રત્યેનું જ્ઞાન જ નહીં પરંતુ,જીવનના મૂલ્યો અને નૈતિકતાના પાઠ પણ શીખવે છે.તેમની નિષ્ઠા,સમર્પણ અને મહેનતના પરિણામે તેમને આ પુરસ્કાર પ્રાપ્ત થયો છે.
હળવદની માથક પ્રા.શાળાના શિક્ષકને તાલુકા કક્ષાનો શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ એનાયત થયો
RELATED ARTICLES

