હળવદ ખાતે આવેલ પોલીટેકનીક ઇન એગ્રીકલ્ચર,કોલેજ જુનાગઢ કૃષિ યુનિવર્સીટી ખાતે “ભારતીય રિઝર્વ બેંક નાં ૯૦ વર્ષ પૂર્ણ થતાં શીખો, રમો અને જીતો ક્વીઝ”અંતર્ગત સેમીનારનું આયોજન કરવામાં આવેલ હતું. આ સેમીનાર જુનાગઢ કૃષિ યુનિવર્સીટી કુલપતિ ડો વી પી ચોવટીયાનાં માર્ગદર્શન મુજબ, ડો. એ. વી. ખાનપરા, આચાર્ય, કૃષિ પોલીટેકનીક, જુનાગઢ કૃષિ યુનિવર્સીટી, હળવદ દ્વારા આયોજન કરવામા આવ્યું હતું.આ સેમીનાર માં વિધાર્થી/વિધાર્થીનીઓ મળીને કુલ ૪૫ લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ ક્વીઝમાં કઈ રીતે રજીસ્ટ્રેશન કરવું, કેટલા સમય માં પૂર્ણ કરવી અને ક્યાં – ક્યાં વિષયોમાં તૈયારી કરી, કઈ રીતે રાજ્ય અને દેશ લેવલે પ્રથમ સ્થાન મેળવી શકાય તેની વિગતવાર માર્ગદર્શન પૂરું પાડવામાં આવેલ. તેમજ સેમીનારના અંતે વિધાર્થીઓનાં વિવિધ પ્રશ્નોતરી બાબતે જવાબ આપીને સેમીનાર પૂર્ણ કરાયો