HomeGujaratઢવાણા દુર્ઘટનામા મૃતકોના પરિવારજનોને 4 લાખની સહાયના ચેક અપાયાં

ઢવાણા દુર્ઘટનામા મૃતકોના પરિવારજનોને 4 લાખની સહાયના ચેક અપાયાં

સુરેન્દ્રનગર સાંસદ પરીવારજનોને ભેટીને સાંત્વના આપી – આંખમાં આંસુ છલકાયા

હળવદના ઢવાણા ગામે રવિવારે રાત્રીના સમયે નદી પાર કરતી વખતે ટ્રેકટર ટ્રોલી પલ્ટી ખાઈ ગયા બાદ 17 લોકો તણાયા હતા જેમાંથી 9 લોકોનુ રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું અને 8 લાપતા બન્યાં હતા જેમાં તંત્ર અને સ્થાનિક લોકો દ્વારા મંગળવારે ત્રણ બુધવારે ચાર અને શુક્રવારે એક મૃતદેહ નદીમાંથી શોધી કાઢ્યો હતો અશ્વિનભાઈ રાઠોડ,વિજયભાઈ બારોટ , રામદેવભાઈ મકવાણા, જાનકીબેન, રાજુબેન બારોટ, ગીતાબેન બારોટ, આશિષભાઈ બારોટ ,જીનલ બારોટનો મળી આવ્યા હતા.ત્યારે ઢવાણા દુર્ઘટનામાં રાજકીય નેતાઓ, એનડીઆરએફ,એસડીઆરએફ,જિલ્લા વહીવટી તંત્ર, ફાયર, પોલીસ ,મામલતદાર,તાલુકા પંચાયતની ટીમ સહિતનું તંત્ર ખડેપગે કામગીરી કરી હતી ઘટનાના પગલે રાજ્ય સરકારે તમામ મૃતકોના પરિવાર માટે સહાય 4 લાખની પણ જાહેરાત કરી હતી


શનિવારે મૃતકોના પરિવારજનોને 4 લાખની સહાયના ચેક અપાયા હતા જેમાં કચ્છના સાંસદ વિનોદ ચાવડા,સુરેન્દ્રનગરના સાંસદ ચંદુભાઈ શિહોરા,મોરબીના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા ,હળવદ ના ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા , મપાટડીના ધારાસભ્ય પી કે પરમાર ,મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ રણછોડ ભાઈ , એપીએમસી ચેરમેન રજનીભાઈ સંઘાણી,વલ્લભભાઈ પટેલ, શહેર અને તાલુકા ભાજપ પ્રમુખ મનસુખભાઇ પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ પ્રવીણભાઈ પટેલ, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી સહિત વહીવટીતંત્ર અને ભાજપના હોદ્દેદારો પહોંચ્યા હતા અને દુખની ઘડીમાં પરીવારજનોને સાત્વના પાઠવી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW