ટંકારાના ગાયત્રીનગર સોસાયટીમાં બાતમીના આધારે પોલીસે રેડ મારતા ત્યાં રહેણાંક મકાનમાં જુગાર રમતા હર્ષદભાઇ કાંન્તીલાલ પાંચોટીયા, મહમદઆમીન યુસુફભાઇ માડકીયા, લલીતભાઇ સુંદરજીભાઇ પાંચોટીયા, રવીભાઇ હીરાભાઇ અઘેરા, રફીકભાઇ ગફારભાઇ સમાણી, રજનીકાંન્તભાઇ નારણભાઇ દુબરીયા, ધર્મેન્દ્રભાઇ ડાયાભાઇ ઘેટીયા, પ્રાણજીવનભાઇ સુંદરજીભાઇ ધોરીયાણી, પ્રદીપસિંહ પ્રતાપસિંહ જાડેજા, હરેશભાઇ ગુણવંતભાઇ પનારા અને વિરમભાઇ ગુણવંતભાઇ પનારા નામના 11 જુગારીઓને રૂ.-1,51,500 ના મુદામાલ સાથે ઝડપી લીધા હતા. ટંકારા પોલીસે તે શખ્સો વિરુદ્ધ જુગારધારા એક્ટ હેઠળ ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.