વાંકાનેરના પરશુરામ સોસાયટીમાં રહેતા રાજેશભાઇ મોહનભાઇ ચાવડા ગઈકાલે 12 વાગ્યાની આસપાસ પાણી ચડાવવા માટેની ઇલેક્ટ્રિક મોટરના વાયર લુઝ હોવાથી રીપેરીંગ કરી રહ્યા હતા. ત્યારે અચાનક વીજ કરંટ લાગતા તેને પીએમ અર્થે હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેને મરણ જાહેર કરવામાં આવ્યા હતા. આ બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસે તેના મુત્યુ અંગે નોંધ કરી છે.

