માળીયા મિયાણાના ખાખરેચી ગામે રહેતા અને પશુપાલનના વ્યવસાય સાથે જોડાયેલા બળદેવભાઈ માત્રાભાઈ શિયારે ગત તા.-17/08/2024ના રોજ સવારના 6 વાગ્યાના અરસા વેણાસર જવાના રસ્તે પાસે આવેલ તેના વાડામાં બાંધેલ રૂ 1.40 લાખની કિંમતની બે ભેંસોની કોઈ અજાણ્યા તસ્કરોએ ચોરી કરી લઇ જતા બળદેવભાઇ માત્રાભાઇ શિયારે માળીયા પોલીસ મથકમાં ચોરીની આ ઘટના અંગે ફરિયાદ નોધાવી છે, પોલીસે ફરિયાદ નોધી તપાસ હાથ ધરી છે.