મોરબીમાં મયુર નગરી યુવા ગ્રુપ દ્વારા જન્માષ્ટમીના દિવસે મટકી ફોડ, રાસ-ગરબા સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રાસ ગરબાનો કાર્યક્રમ રાત્રે 9 થી 12 વાગ્યા સુધી રાખવામાં આવ્યો છે. તેમજ મટકી ફોડનો કાર્યક્રમ રાત્રે 12 વાગ્યે રાખવામાં આવ્યો છે. આ ઉજવણીમાં સામેલ થવા જાહેર નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.