અમદાવાદ- હળવદ હાઇવે ઉપર સર્કિટ હાઉસ નજીક મોરબી એસઓજી અને હળવદ પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે અમદાવાદ તરફથી આવતા અને ભચાઉ તરફ જતા એક ટ્રકમાં માદક પદાર્થની મોટા પાયે હેરાફેરી થઈ રહી હોય આ બાતમી આધારે વાહનોની તલાસી શરુ કરી હતી આ દરમિયાન RJ-39-GA-6051 નંબરના ટ્રક ચાલકની ગતિ વિધિ શંકાસ્પદ જણાતા તેને અટકાવી તલાસી લેતા ટ્રકમાંથી રૂપિયા 2,99,040 ની કિમતના 99 કિલોગ્રામથી વધુ માદક પોશડોડા સાથે ટ્સારક ચાલક દેદારામ નારણરામ જાટ અને બાબુલાલ ગંગારામ જાટને ઝડપી લીધા હતા. રાજસ્થાનના જ અન્ય આરોપી નવલારામ ગોદારામનું નામ ખુલ્યું હતું. તે ટ્રક, મોબાઈલ સહિત કુલ રૂ. 23, 09,040નો મળેલ મુદ્દામાલ પોલીસે કબ્જે કર્યો હતો. આ ત્રણેય આરોપી વિરુદ્ધ હળવદ પોલીસે નાર્કોટિકસ એકટ મુજબ ગુન્હો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આરોપીઓ ટ્રક કર્નાટકથી લઈને નીકળ્યા હતા અને ભચાઉ તરફ જતા હોવાનું સામે આવ્યું છે જોકે આ જથ્થો કોને આપવાનો હતો તે અંગે તપાસ ચાલી રહી છે બનાવ અંગે હળવદ પોલીસે ગુન્હો નોધી તપાસ હાથ ધરી છે

