મોરબીના ટીંબડી ગામના પાટીયા પાસે આવેલ પાટીદાર ટાઉનશીપ રહેતા હરજીવનભાઇ દેવકરણભાઇ ચારોલા ઉ.60 નામના વૃધ્ધે આર્થીક સંકળામણમાં લક્ષ્મીનગર ગામની સીમમાં બાલાજી સિમેન્ટ પાઇપના કારખાના પાસે ઝેરી દવા પી લઈ આપઘાત કરી લેતા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડી ગયા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેને મરણ જાહેર કરવામાં આવ્યા હતા. આ મામલે મોરબી તાલુકા પોલીસને જાણ થતા મૃત્યુ અંગે નોંધ કરી તપાસ હાથ ધરી છે.

