માળીયા મિયાણા કચ્છ હાઇવે ઉપર ગઈકાલે ફરિયાદી નિકુંજભાઈ કાંતીલાલભાઇ આખજા GJ-36-AC-8236 નંબરની કાર લઇ જઈ રહ્યા હતા. તે સમયે GJ-12-BT-7803 નંબરના ટ્રક ચાલકે એરકોન કારખાના પાસે પાછળથી ટક્કર મારી ગાડીમાં નુકશાન કરી પોતાનો ટ્રક મૂકી નાસી ગયા હતા. આ બનાવ અંગે નિકુંજભાઈએ તે ટ્રક ચાલક વિરુદ્ધ માળીયા મિયાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે, પોલીસે ફરિયાદ નોધી તપાસ હાથ ધરી છે.