મોરબીના લગધીરપુર રોડ ઉપર આવેલ કઝારીયા ઇન્ફાનીટી કારખાનાની લેબર કોલોનીમા રહેતા મૂળ બંગાળના વતની પુર્ણસીંગ ધીરેનસીંગ આદિવાસી નામનો યુવાન વતનમાંથી પરત આવ્યા બાદ સતત ગુમસુમ રહેતો હતો અને કોઈ અગમ્ય કારણોસર મનોમન લાગી આવતા ઘુટુ ગામની સીમમા આવેલ એન્ટીક માર્ગોનાઇટ કારખાનાની બાઉન્ડ્રીની દીવાલ પાસે લોખંડના એંગલ સાથે પોતાની જાતે ગળેફાંસો ખાઇ લીધો હતો, જે બાદ તેને પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો.આ ઘટના અંગે મોરબી તાલુકા પોલીસને જાણ થતા તેના મૃત્યુ અંગે નોંધ કરી તપાસ કરી છે.