વાંકાનેર પોલીસને મળેલ બાતમીના આધારે કોટકા નાયાણી ગામે જાહેરમાં જુગાર રમતા સતાભાઈ કડવાભાઈ વારુ, પરાક્રમસિંહ હાલુભા જાડેજા, યાકુબભાઈ બોદુભાઈ કાતીયાર, કાળુભાઈ દેવજીભાઈ રાઠોડ, કિરીટસિંહ પ્રવિણસિંહ જાડેજા, પ્રકાશભાઈ હશુભાઈ ધ્રાંગધરીયા અને રમજાનભાઈ અભરામભાઇ ઠેબા સહીત કુલ સાત શખ્સોને પોલીસે ઝડપી લીધા હતા. તે શખ્સો પાસેથી કુલ રૂ.- 27,400નો મળેલ મુદામાલ પોલીસે જપ્ત કર્યો હતો. તે શખ્સો વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસે જુગારધારા એક્ટ મુજબ ગુનાની નોધ કરી છે.
તથા વાંકાનેર પોલીસે શિવપાર્કમાં દરોડા પાડતા ત્યાં જુગાર રમતા નીલેશભાઈ મેણશીભાઈ કરગઠીયા, ધર્મેશભાઈ મહેશભાઈ રામાવત, અજયભાઈ વાસુદેવભાઈ અગ્રાવત, મહેશભાઈ આત્મારામભાઈ રામાવત અને હાર્દિકસિંહ વિજયસિંહ ઝાલા નામના પાંચ શખ્સોને પોલીસે ઝડપી લીધા હતા. તે શખ્સો પાસેથી કુલ રૂ.- 17,900નો મુદામાલ મળી આવ્યો હતો, જે પોલીસે કબ્જે કરી તે જુગારીઓ વિરુદ્ધ ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

