HomeGujaratઅંધશ્રદ્ધા ફેલાવનાર કે માનવબલી લેનારને થશે 7 વર્ષ સુધીની કેદ,જામીન પણ નહી...

અંધશ્રદ્ધા ફેલાવનાર કે માનવબલી લેનારને થશે 7 વર્ષ સુધીની કેદ,જામીન પણ નહી મળે! વિધાનસભા કાળા જાદુ વિરોધી બીલ થયું પાસ

રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી મેલી વિધા કરવા, કે માનવ બલી પશુ બલી લેવાની ઘટના સામે આવી હતી જસદણમાં તો દંપતિ એ જાતે પોતાના ગળા કાપી બલી આપી હતી આ ઉપરાંત અગાઉ પણ મેલી વિધા નામે લોકો પાસેથી લાખો રૂપિયા ખંખેરી લેવાની ઘટના સામે આવી હતી. તો રાજ્યમાં ભૂતકાળમાં સામુહિક આપઘાતની ઘટના પણ બની હતી જેમાંથી કેટલીક ઘટનામાં મેલી વિધાના પ્રભાવમાં સમગ્ર પરિવારે બલી આપી હોવાની ચર્ચા જાગી હતી રાજ્યમાં સતત વધી રહેલી આવી ઘટના બાબતે રાજ્ય સરકાર ફેલાવતા તત્વો સામે લાલ આંખ કરી છે
આજથી ગુજરાત વિધાનસભા ભવનમાં ચોમાસું સત્રનો આજથી પ્રાંરભ થયો હતો પ્રથમ દિવસે ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી દ્વારા કાળા જાદુ વિરુદ્ધ બિલ રજૂ કર્યું હતું. જેને સર્વાનુમતે મંજુરીની મહોર મળી હતી આ બીલ રજુ કરતી વખતે ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી એ જણાવ્યું હતું કે, ‘ભારતમાં જ ખાલી કાળા જાદુની પ્રથા લાગુ નથી, પરંતુ પશ્ચિમી દેશોમાં પણ આ પ્રકારની પ્રથા જોવા મળે છે. જો કે, દરેક જગ્યાએ કાળા જાદુને રોકવા માટે અલગ કાયદાઓ લાગુ કરવામાં આવ્યાં છે. આઝાદીનાં 78 વર્ષ પછી પણ અંધશ્રદ્ધાની ઘટના બને છે, તે રોકવી જરૂરી છે. વિધાનસભામાં લાગુ કરાયેલા અંધશ્રદ્ધાવિરોધી બિલમાં લોકોની આસ્થા અને માન્યાતને ઠેશ ન પહોંચે તેનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે.

બિલ પ્રમાણે, કોઈ વ્યક્તિ દ્વારા અથવા પોતે કાળા જાદુ, અનિષ્ટ અને અઘોરી પ્રથા, માનવ બલિદાન અને બીજી અમાનુષ, કાવતરુ કરાવડાવે, વ્યવસાય કરે, જાહેરખબર આપે અથવા ઉત્તેજન આપીને લાગુ કરાયેલા કાયદાનો ભંગ કરનારા સામે આ અધિનિયમની જોગવાઈઓ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આ અધિનિયમની જોગવાઈઓ ભંગ કરનારાને બિન જામીનપાત્ર ગુનો નોંધીને 6 માસથી 7 વર્ષ સુધીની કેદ, 5 હજારથી 50 હજાર સુધીનો દંડની જોગવાઈ છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,290SubscribersSubscribe

TRENDING NOW