હળવદ પોલીસ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન માથક ગામે કરારની સીમમાં રેડ મારતા ત્યાં જુગાર રમતા રોહિતભાઈ વાઘજીભાઈ પરમાર, અજીતભાઈ દિનેશભાઈ રાતૈયા, હેમુભાઈ અરજણભાઈ ભોરણીયા, મેરૂભાઈ ખેતાભાઇ લાંબરીયા, મુકેશભાઈ વિહાભાઈ ડાભી, ભરતભાઈ પરબતભાઈ હેણ, કાળુભાઈ ખોડાભાઈ ડાંગર અને અસરફ ઉર્ફે અસો હબીબભાઈ વડગામા નામના આઠ શખ્સોને પોલીસે ઝડપી લીધા હતા. તે શખ્સો પાસેથી કુલ રોકડ રૂ. 1,71,500નો મળેલ મુદામાલ પોલીસે કબ્જે કર્યો હતો. હળવદ પોલીસે આ આઠ જુગારીઓ વિરુદ્ધ જુગારધારા એક્ટ હેઠળ ગુનો નોધી ધોરણસરની કાર્યવાહી કરી છે.