મોરબી LCB ટીમે ચોક્કસ બાતમીના આધારે નાની કેનાલ રોડ પાસે આવેલ સનરાઈઝ વીલા એપાર્ટમેન્ટમાં રેડ મરતા ત્યાં જુગાર રમતા ધવલભાઈ ગોરધનભાઈ પટેલ, જગદીશભાઈ જયંતીભાઈ પટેલ, સાગરભાઈ મીઠાભાઈ પટેલ, મુકેશભાઈ શીવાભાઈ પટેલ, લલીતભાઈ વનજીભાઈ પટેલ, દિવ્યેશકુમાર ભીખાભાઈ પટેલ, રજનીકાંતભાઈ ગોરધનભાઈ પટેલ અને નીશીતભાઈ કાનજીભાઈ પટેલ નામના આઠ શખ્સોને પોલીસે પકડી લીધા હતા. રેડ દરમિયાન કુલ રૂ.- 1,43,250 નો મુદામાલ મળી આવ્યો હતો, જે પોલીસે કબ્જે કર્યો હતો. તે આઠ શખ્સો વિરુદ્ધ મોરબી સીટી એ-ડીવીઝન પોલીસે ગુનો નોધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

