મોરબીના જાંબુડિયા નજીક બે ટ્રકો વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માત થવાના કારણે બન્ને ટ્રકોમાં આગ લાગી હતી. જેમાં એક ટ્રકમાં કોલસો ભરેલ હતો. જેથી આગ વિકરાળ બની હતી. આ બનાવની જાણ મોરબી ફાયર વિભાગને તથા ફાયર ટીમ ઘટના સ્થળે પહોચી હતી. ફાયરની બે ટીમે આગ પર કાબુ મેળવવા પ્રયત્ન કર્યો પરંતુ કોલસો ભરેલ ટ્રક બળીને ખાખ થયો હતો. જે બનાવમાં એક ટ્રક સવાર દેવજીભાઈ બચુભાઈ સીસદાણા વવાણીયાવાળાનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. આ બનાવની જાણ પોલીસ ટીમને થતા પોલીસ ઘટના સ્થળે પહોચી હતી. મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો.

