વાંકાનેર તાલુકાના કોટડા નાયાણી ગામે બાતમીના આધારે પોલીસ દ્વારા રેડ મારતા ત્યાં અમજાનભાઈ ઉર્ફે પીન્ટુભાઈ સમા, ઉમરભાઈ આદમભાઈ ચાનીયા, ઇમ્તીયાજભાઈ જુસબભાઈ સુમરા, ગીરીરાજસિંહ શક્તિસિંહ જાડેજા અને અનવરભાઈ હાજીભાઈ સુમરા નામના પાંચ શખ્સોને પોલીસે ઝડપી લીધા હતા. તે શખ્સો પાસેથી કુલ રૂ.- 11,390 ના મુદામાલ મળી આવ્યો હતો, આ મુદામાલ પોલીસે કબ્જે કર્યો હતો. તે પાંચ જુગારીઓ વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસે ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

