HomeGujaratમોરબીની શાળામાં ભારતના ભાગલાની કરુણતા રજુ કરતું પોસ્ટર પ્રદશૅન યોજાયું

મોરબીની શાળામાં ભારતના ભાગલાની કરુણતા રજુ કરતું પોસ્ટર પ્રદશૅન યોજાયું

15 ઓગસ્ટ 1947ના રોજ અંગ્રેજી હુકુમતથી દેશ તો આઝાદ થયો જોકે આ આઝાદીની કિંમત દેશના ભાગલાથી ચૂકવી હતી, 14 ઓગસ્ટે ભારતના ભાગલા થયા હતા અને ભારતમાંથી જ પાકિસ્તાન દેશ અલગ થયો હતો અને તે વખતે બે કરોડથી વધુ લોકો ભારતમાં પ્રભાવિત થયા હતા અને દસ લાખથી પણ વધુ લોકોની ત્યારે હત્યા કરવામાં આવી હતી. મહિલાઓના અપહરણ, મોટા પાયે માલ મિલકત ને નુકસાન કરવામાં આવ્યું હતું અને ખુબ મોટા  પ્રમાણમાં  લોકોનું સ્થળાંતર થયું હતું અને ઘણા લોકોને જે જગ્યાએ રહેતા હતા તેના માલ મિલકત, ધંધા રોજગાર છોડીને જવું પડ્યું હતું. આ ઘટનાઓને શબ્દોમાં સમાવવી પણ મુશ્કેલ બની જાય તેમ છે.

ભારતના ભાગલા થયા અને પાકિસ્તાનનો જન્મ થયો તે દિવસની ઘટનાઓને યાદ કરવા અને આજની નવી પેઢીને તે દિવસો સમજાવવા માટે ભારતમાં જુદા-જુદા સ્થળે વિભાજન વિભીષિકા સ્મૃતિ દિનની વિશેષ ઉજવણી કરવામાં આવે છે. તેવી જ રીતે આજે મોરબીના સામાકાંઠા વિસ્તારમાં કેસર બાગ પાસે આવેલ સાર્થક વિદ્યામંદિર શાળામાં ભારત સરકારના ઉપક્રમે એસબીઆઇ દ્વારા “ભાગલા વખતેની ભયાનક યાદો” દર્શાવતું પોસ્ટર પ્રદર્શન રાખવામા આવ્યું હતું. આ શાળાના સંચાલક કિશોરભાઇ શુક્લ અને બેકના અધિકારીના હસ્તે ખુલ્લુ મૂકવામાં આવ્યું હતું. ત્રણ દિવસ માટે મોરબીના દરેક લોકો માટે સવારે 9થી સાંજે 5 વાગ્યા સુધી આ પ્રદર્શન ખુલ્લુ રહેશે જેથી મોરબી વાસીઓને પ્રદર્શની નો લાભ લેવા અપીલ કરી છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,690SubscribersSubscribe

TRENDING NOW