શ્રાવણ માસ એટલે તહેવારોની મોસમ અને આગામી દિવસોમાં રક્ષાબંધન સાતમ આઠમ અને અન્ય તહેવારો શરૂ થઈ જસે અને લોકો મોટા પ્રમાણમાં ચીજ વસ્તુઓની ખરીદી કરતા હોય છે લોકો હાથ બનાવટની વસ્તુ સીધા કારીગર પાસેથી ખરીદી કરે જેથી લોકોને આર્થિક ફાયદો થાય તેમજ મહિલા કારીગરોને પણ આજીવિકા વધે તે માટે રાજ્ય સરકારના અલગ અલગ વિભાગ મહિલા કારીગરો માટે મેળાનું આયોજન કરતા હોય છે ત્યારે દર વર્ષની જેમાં આં વર્ષે પણ એલ ઇ કોલેજ ખાતે મહિલા અને બાળ વિકાસ વિભાગ ગાંધીનગર હસ્તકના ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લી. દ્વારા તા. ૧૦ ઓગસ્ટ ૨૦૨૪ થી તા. ૧૮ ઓગસ્ટ ૨૦૨૪ સુધી મહિલા કારીગરો દ્વારા વિવિધ ચીજ-વસ્તુઓનું વેચાણ અંગેના મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. શનિવારે સાંજે મોરબી-માળીયાના ધારાસભ્ય કાંતીભાઈ અમૃતિયાના હસ્તે તથા જિલ્લા કલેક્ટર કે.બી. ઝવેરીની પ્રેરક ઉપસ્થિતિમાં મેળાનું ઉદઘાટન કરી જાહેર જનતા માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો.. રવિવારે લોકો મોટી સંખ્યામાં મેળાની મુલાકાત લેવા ઉમટી પડ્યા હતા સાંજના સમયે તો મેળામાં મોટા પાયે આવી પહોંચતા મહિલા કારીગર ના ચહેરા ચમકી ઉઠ્યા હતા.

