વાંકાનેર તાલુકાના વીરપર ગામે બાતમીના આધારે રેડ મારતા ત્યાં દૂધની ડેરી બાજુમાં જુગાર રમતા બુટાભાઈ મેરાભાઇ દેકાવાડીયા, ધનજીભાઈ વાલજીભાઈ દેકાવાડીયા, વનરાજભાઈ માધાભાઈ દેકાવાડીયા, હિતેશભાઈ કરશનભાઈ ડાંગરોચા, સુનીલભાઈ ભગાભાઈ ડાંગરોચા અને સાગરભાઈ રમેશભાઈ ડાંગરોચા નામના છ શખ્સોને પોલીસે ઝડપી લીધા હતા. તે શખ્સો પાસેથી કુલ રૂ.- 12,600 નો મુદામાલ મળી આવ્યો હતો, જે પોલીસે કબ્જે કર્યો હતો. વાંકાનેર તાલુકા પોલીસે તે શખ્સો વિરુધ્ધ જુગારધારા એક્ટ મુજબ ગુનાની નોધ કરી છે.

