મોરબીના હળવદ તાલુકામાં સમલી વીક્રમભાઈની વાડીમા રહેતા મૂળ મહેસાણા જિલ્લાના વતની આંબાભાઇ સોનાભાઈ બજાણીયા ઉ.34 નામનો યુવાન કારખાનેથી મજૂરી કામ કરી તેનું GJ-36-P-9722 નંબરનું બાઈક લઈને ઘરે પરત ફરતો હતો. ત્યારે મોરબીના ખરેડા ગામની હાઈસ્કૂલ પાસે GJ-11-TT-9520 નંબરની બોલેરો ગાડીના ચાલકે આંબાભાઇના બાઈકને હડફેટે લેતા આંબાભાઇને ગંભીર ઇજાઓ પહોંચતા તેનું ઘટના સ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગે મૃતકના ભાઈ કાંતિભાઈ સોનાભાઈ બજાણીયાએ મોરબી તાલુકા પોલીસ મથકમાં તે બોલેરોના ચાલક સામે ફરિયાદ નોધાવી છે, પોલીસે ફરિયાદ નોધી તપાસ હાથ ધરી છે.