હળવદ પોલીસ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન ભલગામડા ગામની સીમમાં ઉમેશભાઈ લાભુભાઈ પ્રજાપતિની વાડી પાસે જાહેરમાં જુગાર રમતા જાદવભાઈ બાબુભાઈ ઈંદરીયા, મુકેશભાઈ ધનજીભાઈ દેત્રોજા અને ઉમેશભાઈ લાભુભાઈ પ્રજાપતિ નામના ત્રણ શખ્સોને પોલીસે ઝડપી લીધા હતા. જયારે પોલીસની રેડ દરમિયાન બાલો ઉર્ફે નોધો લખમણભાઈ ભરવાડ એ ઘટના સ્થળેથી નાસી ગયો હતો. આ ત્રણ શખ્સો પાસેથી કુલ રૂ.- 22,300 નો મળેલ મુદામાલ પોલીસે જપ્ત કર્યો હતો. હળવદ પોલીસે તે શખ્સો વિરુદ્ધ જુગારધારા એક્ટ હેઠળ ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.