વાંકાનેર તાલુકાના કોટડા નાયાણી ગામમાં રહેતા ભીખાભાઇ બચુભાઈ લઢેર નામના શખ્સને તેમની પત્ની જાનુબેન ઉર્ફે ભારતીબેન સાથે ઘર કંકાસ ચાલતો હતો અને તે ઝઘડાના આવેશમાં આવી ભીખાભાઈ જાનુબેનને પ્રથમ લાકડી વડે આડેધડ માર માર્યો હતો અને આટલે થી ન અટકતા તેણે પત્નીનું ગળું દબાવી હત્યા કરી નાખી હતી જે અંગેની કોટડા નાયાણી ગ્રામ પંચાયતના સદસ્ય વિજયસિંહ ઉર્ફે ભીખુભા જાડેજાને જાણ થતાં તેઓએ પોલીસને જાણ કરી અને વિજયસિંહ પોતે ફરિયાદી બન્યા હતા તેની ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી ભીખાભાઇ બચુભાઈ લઢેરની ધરપકડ કરી હતી.મોરબી જિલ્લા જેલ હવાલે કર્યા હતા. ચાર્જ સીટ ફાઈલ થયા બાદ કેસ મોરબીના પ્રિન્સિપાલ સેસન્સ જજની કોર્ટમાં ચાલ્યો હતો. જેમાં સરકારી વકીલ વિજયકુમાર જાનીની દલીલો ધ્યાને લઈ તેમજ 330લેખિત પુરાવા અને25 સાક્ષીઓના નિવેદન અને પુરાવા આધારે કોર્ટે આરોપી ભીખાભાઇ બચુભાઈ લઢેરને હત્યા કેસમાં ગુનેગાર ઠેરવ્યો હતો. અને તેને કેદની સજાનો હુકમ કર્યો હતો સાથે સાથે રૂ.10 હજારનો દંડ ભરવા પણ હુકમ કર્યો હતો.