મોરબી પોલીસને મળેલ બાતમીના આધારે મોરબી-વાંકાનેર ને.હા.રોડ પાસે આવેલ શિવાલીક કોમ્પલેક્ષમાં બીજા માળે આવેલ ‘‘ ઓરેકલ સ્પા એન્ડ સલુન ’’માં દરોડા પડતા સ્પા સંચાલક વિજયભાઇ ડાહયાભાઇ પારધી રહે.પીપળી તા.જી.મોરબીવાળોએ પોતાના કબજા ભોગવટાવાળા ઓરેકલ સ્પા એન્ડ સલૂનમાં આરોપી નિતીનભાઇ વસંતભાઇ સોલંકીને સંચાલક તરીકે રાખી ગેરકાયદેસર દેહવ્યપારના લાયસન્સ વગર બહારથી સ્ત્રીઓને બોલાવી સ્પામાં આવતા ગ્રાહકોને અનૈતિક શરીરસુખ માણવા માટે સાધન/સગવડો પુરી પાડતો હતો. પોલીસે રેડ દરમિયાન તે બંને આરોપીને પકડી પાડ્યા હતા. તે સ્પામાંથી રેઇડ દરમ્યાન ખાલી કોન્ડોમ પેકેટ તથા રોકડા રૂ.-5000, 4 મોબાઈલ તથા કુલ રૂ.- 25,000 ના મળેલ મુદામાલ પોલીસે કબ્જે કર્યો હતો. મોરબી સીટી બી-ડીવીઝન પોલીસે તે બંને આરોપી વિરુદ્ધ ધી ઇમોરલ ટ્રાફીક પ્રિવેન્શાન એકટ હેઠળ ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી કરી છે.