વાંકાનેર સીટી પોલીસ મથકમાં છેતરપીડીના ગુનામાં સંડોવાયેલા કાચા કામનો આરોપી રમેશભાઈ રામસુભોગ પ્રજાપતિએ ગુજરાત હાઈકોર્ટ અમદાવાદ ખાતેથી 8 દિવસના વચગાળાના જામીન મેળવ્યા હતા. તેને તા.-28/02/2024ના રોજ વચગાળાના જામીન આધારે જેલ મુકત કરવામાં આવ્યો હતો. તે આરોપીને તા.- 07/03/2024ના રોજ જેલ ખાતે આરોપીને પરત હાજર થવાનું હોય, પરંતુ કેદી હાજર નહિ થઇ વચગાળાના જામીન મેળવી જેલથી ફરાર થયેલ હતા. મોરબી પેરોલ ફર્લો સ્ક્વોડે આ કાચા કામનો આરોપી હાલ મહારાષ્ટ્ર રાજયના થાણે જીલ્લાના ઉલ્હાસનગર ખાતે હોવાની બાતમીને આધારે ઝડપી લઈ મોરબી સબ જેલ હવાલે કરવામાં આવ્યો હતો.