મોરબી પોલીસ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન બાતમીના આધારે બૌધ્ધનગર ફિલ્ટર હાઉસની નજીક જુગાર રમતા ભરતભાઈ બાબુભાઈ લાંબરીયા અને મેહુલભાઈ ત્રિભોવનભાઈ સનુરા નામના બંને શખ્સોને પોલીસે ઝડપી લીધા હતા. તે શખ્સો પાસેથી કુલ રૂ.- 13,150 નો મળેલ મુદામાલ પોલીસે કબ્જે કર્યો હતો. મોરબી સીટી બી-ડીવીઝન પોલીસે તે બંને શખ્સો વિરુદ્ધ જુગારધારા એક્ટ હેઠળ ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.