વાંકાનેરના રાતાવીરડા ગામમાં આવેલા મારુતિ માઈક્રોન કારખાનામાં મેઈન ગેટ પર સિક્યુરીટી પર ફરજ બજાવતા સદાશીવ ચન્દરસિંહ મેવાડા નામના યુવાન મૂળ એમીના વતની એ ગત તા.-31/07/2024 ના રોજ ગેટ પર સિક્યુરીટી પર ફરજ બજાવતા હોય તે દરમિયાન રૂમમાં વાઈ આવતા પડી જતા તેને સારવાર માટે હોસ્પીટલમાં ખસેડી ગયા હતા. પ્રાથમિક સારવાર કરાવ્યા બાદ રૂમમાં સુઈ ગયા અને બાદમાં રાત્રીના સમયે જગાડતા તેઓ ન જાગતા તેને પીએમ અર્થે હોસ્પીટલમાં ખસેડી ગાય હતા, જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. આ બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે તેના મૃત્યુ અંગે નોંધ કરી તપાસ હાથ ધરી છે.