HomeGujaratમોરબી જિલ્લામાં 18 ઓગસ્ટે સાર્થક વિધામંદિર ખાતે જિલ્લા કક્ષાનો યુવા ઉત્સવ યોજાશે

મોરબી જિલ્લામાં 18 ઓગસ્ટે સાર્થક વિધામંદિર ખાતે જિલ્લા કક્ષાનો યુવા ઉત્સવ યોજાશે

ગુજરાત સરકારના રમત ગમત યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર તથા કમિશનર યુવક સેવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓની કચેરી, ગાંધીનગર દ્વારા આયોજીત અને જિલ્લા યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓની કચેરી, મોરબી દ્વારા આગામી દિવસોમાં તાલુકા તથા જિલ્લા કક્ષા યુવા ઉત્સવ યોજવામાં આવનાર છે.

 જે અન્વયે વાંકાનેર તાલુકો કક્ષાનો યુવા ઉત્સવ 07/08/2024 ના રોજ સવારે 8 કલાકે મોહમ્મદી લોકશાળા-ચંદ્રપુર ખાતે, હળવદ તાલુકા કક્ષાનો યુવા ઉત્સવ 08/08/2024 ના રોજ સવારે 11 કલાકે શરણેશ્વર મહાદેવની વાડી-હળવદ ખાતે, ટંકારા તાલુકા કક્ષાનો યુવા ઉત્સવ 09/08/2024 ના રોજ બપોરે 2 કલાકે નાલંદા વિદ્યાલય-વીરપર ખાતે, માળિયા (મીં) તાલુકા કક્ષાનો યુવા ઉત્સવ 10/08/2024 ના રોજ સવારે 08:30 કલાકે મોડેલ સ્કૂલ-મોટીબરાર ખાતે તેમજ મોરબી તાલુકા કક્ષાનો યુવા ઉત્સવ 11/08/2024 ના રોજ સવારે 8 કલાકે સાર્થક વિદ્યામંદિર-મોરબી ખાતે યોજાશે. જ્યારે મોરબી જિલ્લા કક્ષાનો યુવા ઉત્સવ તારીખ 18/08/2024 ના રોજ સવારે 8 કલાકે સાર્થક વિદ્યામંદિર-મોરબી ખાતે યોજાશે.

આ સ્થળ, તારીખ તથા સમયે જે-તે તાલુકા કક્ષાની સ્પર્ધા માટે સ્પર્ધાના સ્થળે ઉપસ્થિત રહેવાનુ રહેશે. તાલુકા કક્ષાએ વિજેતા થયેલ પ્રથમ ક્રમાંકના સ્પર્ધકે જિલ્લા કક્ષાએ યોજાનાર સ્પર્ધામાં ભાગ લેવા માટે તારીખ 18/08/2024 ના રોજ સવારે 8 કલાકે સાર્થક વિદ્યામંદિર-મોરબી ખાતે ઉપસ્થિત રહેવાનું રહેશે જેની ખાસ નોંધ લેવા જિલ્લા યુવા વિકાસ અધિકારીની યાદીમાં જણાવાયું છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW