Monday, September 9, 2024
HomeGujaratમોરબી જિલ્લા ક્રાઈમ ડાયરી

મોરબી જિલ્લા ક્રાઈમ ડાયરી

(1) માળિયાના વીરવિદરકા ગામે સાત જુગારીઓ ઝડપાયા

માળિયા પોલીસને મળેલી બાતમીના આધારે વીરવિદરકા ગામે રેડ મારતા તે સ્થળેથી જુગાર રમતા અલ્તાફભાઇ હસનભાઈ સંધવાણી, રફીકભાઈ ગફારભાઇ સંધવાણી, તાજમહમદભાઇ અયુબભાઇ જામ, અકબરભાઇ હબીબભાઇ સામતાણી, કાદરભાઇ હાસમભાઇ સખાયા, અનવરભાઇ કરીમભાઇ મોવર અને રફીકભાઇ ગફુરભાઇ જામ નામના સાત આરોપીને પોલીસે ઝડપી લીધા હતા. તે શખ્સો પાસેથી કુલ રૂ.- 10,070 મળેલ મુદામાલ પોલીસે કબ્જે કર્યો હતો. તે શખ્સો વિરુદ્ધ માળીયા પોલીસે જુગારધારા એક્ટ હેઠળ ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી કરી છે.

(2) મોરબીના લાતીપ્લોટમાં જુગાર રમતા બે શખ્સો પકડાયા

મોરબી પોલીસ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન લાતીપ્લોટમાં જુગાર રમતા કિરીટભાઈ બાબુભાઈ અગેચણીયા અને ઈમરાનભાઈ ગફારભાઈ પરમાર નામના બંને શખ્સોને પોલીસે પકડી લીધા હતા.તે શખ્સો કુલ રોકડ રૂ.- 1600 ના મુદામાલ સાથે મોરબી સીટી એ-ડીવીઝન પોલીસે બંને આરોપીની ઝડપી ગુનો નોધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

(3) હળવદના સરા રોડ નજીક પંચામૃત બંગ્લોઝ પાસે બાઈકની ચોરી

હળવદના સરા રોડ ઉપર પંચામૃત બંગ્લોઝની સાઈટ પાસે મૂળ સુરેન્દ્રનગરના વતની અશ્વિનભાઈ નાથાભાઈ મકવાણાએ તેનું GJ-13-BF- 0802 બાઈક પાર્ક કરેલ હતું. જે સ્થળેથી કોઈ અજાણ્યો શખ્સો તે પાર્ક કરેલ બાઈક ચોરી કરી નાસી ગયા હતા. જે બાદ અશ્વિનભાઈ એ આસપાસના વિસ્તારમાં તેનું બાઈક શોધવા છતા ન મળતા,અશ્વિનભાઈ એ ચોરી થવા અંગે હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી છે, પોલીસે ફરિયાદ નોધી તપાસ હાથ ધરી છે.

(4) મોરબીના લાયન્સનગરમાં યુવાને ઝેરી દવા પીન આપઘાતનો કર્યો

મોરબીના નવલખી રોડ લાયન્સનગર ગ્રીન પેલેસ એપાર્ટમેન્ટમાં રહેતા હર્ષદભાઈ વિનોદભાઈ મકવાણાએ ગઈકાલે પોતાના ઘરે પોતે પોતાની જાતે કોઈ કારણસર ઝેરી દવા પી લીધી હતી. બાદમાં ત્યાં હાજર આસપાસના લોકો દ્વારા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડી ગયા હતા.જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. આ બનાવ અંગે ડો. એ બી યાદવે મોરબી સીટી બી-ડીવીઝન પોલીસને જાણ કરતા,પોલીસે તેના મુત્યુ અંગે એડી નોધ કરી તપાસ હાથ ધરી છે.

Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
47,573FollowersFollow
2,250SubscribersSubscribe

TRENDING NOW